Connect Gujarat
દેશ

સંસદનું બજેટસત્ર શરૂ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે થઈ શરૂઆત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતાં કહ્યું હતું કે દેશ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં કહ્યું- આપણી સામે યુગ નિર્માણની તક છે.

સંસદનું બજેટસત્ર શરૂ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે થઈ શરૂઆત
X

આજથી સંસદનું બજેટસત્ર શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆત સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે શરુ થઈ હતી. આજથી સંસદનું બજેટસત્ર શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆત સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતાં કહ્યું હતું કે દેશ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતાં કહ્યું- આપણી સામે યુગ નિર્માણની તક છે.

આ માટે સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરવાનું છે. આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જેમાં ભૂતકાળનું ગોરવ અને આધુનિકતાનો દરેક સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. દેશમાં ગરીબી ન હોય, મધ્યમવર્ગ વૈભવથી સમૃદ્ધ હોય, યુવા સમયથી બે ડગલાં આગળ ચાલતો હોય.એવું ભારત હોય.તેમણે કહ્યું- સંસદના આ સંયુક્ત સત્રને સંબોધન કરતાં ખુશી થઈ રહી છે.

થોડા જ મહિના પહેલાં દેશે પોતાની આઝાદીનાં 75 વર્ષ પૂરાં કરીને અમૃતકાળમાં પ્રવેશ કર્યો. અમૃતકાળનાં 25 વર્ષનો સમયગાળો સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દી અને વિકસિત ભારત નિર્માણનો સમય છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ સામે કડક કાર્યવાહી સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી દરેક દુ:સાહસના જડબાંજોડ જવાબ સુધી, આર્ટિકલ 370 નાબૂદ કરવાથી લઈને ટ્રિપલ તલાક સુધી, આપણી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.

Next Story