PMએ MPમાં 5 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરી,'મારું બૂથ, સૌથી મજબૂત' અભિયાન હેઠળ કાર્યક્રમમાં આપી હાજરી

મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

New Update
PMએ MPમાં 5 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરી,'મારું બૂથ, સૌથી મજબૂત' અભિયાન હેઠળ કાર્યક્રમમાં આપી હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલમાં છે. તેમણે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી દેશની પાંચ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પીએમએ અગાઉ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા (મડગાંવ)-મુંબઈનું વર્ચ્યુઅલ લોન્ચ કર્યું હતું. બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

આ બંને ટ્રેનો રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એક સાથે રવાના થઈ હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, 'આ ટ્રેનો મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં કનેક્ટિવિટી સુધારશે.'મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા વડાપ્રધાન ભોપાલથી આવ્યા છે. તેઓ ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 'મારું બૂથ, સૌથી મજબૂત' અભિયાન હેઠળ 543 લોકસભા અને મધ્યપ્રદેશના 64,100 બૂથના 10 લાખ કાર્યકરોને ડિજિટલી સંબોધિત કરશે. તમામ રાજ્યોના વિધાનસભા ક્ષેત્રોના 3 હજાર કાર્યકરો પણ છે.

વડાપ્રધાન તેમની સાથે સીધો સંવાદ કરશે.'મારું બૂથ, સૌથી મજબૂત'ના મંચ પરથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'અમે ભાગ્યશાળી છીએ કે અમે ભારતમાં જન્મ લીધો છે અને એવા સમયે ભાજપના કાર્યકર્તા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે. મોદી નામ એક મંત્ર બની ગયું છે. આજે દરેક દેશ આ મંત્રનો જાપ કરી રહ્યો છે.

Latest Stories