Connect Gujarat
દેશ

ફ્રાન્સ જવા રવાના થયા નરેંદ્ર મોદી, ફ્રાન્સની વાર્ષિક બેસ્ટીલ ડે પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થશે...

ફ્રાન્સ જવા રવાના થયા નરેંદ્ર મોદી, ફ્રાન્સની વાર્ષિક બેસ્ટીલ ડે પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થશે...
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે (13 જુલાઈ) ફ્રાન્સ જવા રવાના થયા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. અહીંના ઓર્લી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે. ફ્રાન્સમાં યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ અતિથિ (special guest) તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

પીએમ મોદી ફ્રાન્સના આ પ્રવાસના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13 અને 14 જુલાઈએ ફ્રાન્સની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટના અધ્યક્ષ ગેરાર્ડ લાર્ચર સાથે મુલાકાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના શેડ્યૂલની વાત કરીએ તો તેઓ આજે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. સાંજે સેનેટના અધ્યક્ષ સાથે મુલાકાત કર્યા બાદ લગભગ નવ વાગ્યે ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન સાથેની બેઠકમાં સામેલ થશે. રાત્રે લગભગ 11 વાગ્યે PM મોદી પેરીસમાં લા સીમ મ્યુઝિયમ ખાતે ભારતીયોને સંબોધન કરશે.

આ પછી પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ડિનરમાં સામેલ થવા એલીસી પેલેસ પહોંચશે.

Next Story