પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

New Update
પીએમ મોદીએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીહતી. ત્યારબાદ વડાપ્રધાન વિજયઘાટ પહોંચ્યા હતા અને ત્યાં લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિને લઈને દેશમાં અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યાં રાજધાની દિલ્હીમાં પણ રાજઘાટ પર સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, અન્ય કેટલાંક કેબિનેટ મંત્રીઓ અને અન્ય માન્યગણ હાજર હતા. આ કાર્યક્રમ 7.30થી 8.30 વાગ્યા સુધી રાજઘાટ પર યોજવામાં આવ્યો હતો.

Latest Stories