પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત,પુતિન સાથે કરશે ડિનર

દેશ | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયાના મોસ્કો પહોંચ્યા. મોસ્કોના હવાઈમથકે પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

New Update
PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયાના મોસ્કો પહોંચ્યા. મોસ્કોના હવાઈમથકે પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન રશિયાના કેટલાક નેતાઓ અને લશ્કરી અધિકારીઓ ત્યાં હાજર રહ્યા. પીએમ મોદી રશિયાની બે દિવસની સત્તાવાર મુલાકાતે છે. તેઓ મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત રશિયા વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેશે. આ શિખર પરિષદ ત્રણ વર્ષ પછી યોજાઈ રહી છે. કોરોના મહામારીને કારણે તે ત્રણ વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

યુક્રેનમાં સંઘર્ષ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર વાર્તા માટે રવાના થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ અને સ્થિર ક્ષેત્ર માટે સહયોગાત્મક ભૂમિકા ભજવવા માંગે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મોસ્કોમાં 22મી ભારત રશિયા શિખર પરિષદમાં 9 જુલાઈએ યોજાનારી વાર્તા પહેલા સોમવારે રાત્રે ભારતીય વડાપ્રધાન માટે ખાનગી રાત્રિભોજનની યજમાની કરશે.

 

 

 

Latest Stories