New Update
/connect-gujarat/media/post_banners/430b9f2ec6c00eeff4227ae2d4ec5f6e98ce7573208ddb8c82b209ed3cc31e8f.webp)
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના પ્રવાસે છે. બંગાળના મથુરાપુરમાં રેલી દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની TMC સરકારની નીતિઓની ટીકા કરી હતી.પોતાના 34 મિનિટના ભાષણમાં તેમણે કોંગ્રેસના યુગમાં બંગાળ અને ભારતના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ કહ્યું- TMC બંગાળની ઓળખને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ બંગાળના મઠો અને સંતોને પણ છોડતા નથી.મોદીએ વધુમાં કહ્યું કે TMC ઈસ્કોન, રામકૃષ્ણ મઠ અને ભારત સેવાશ્રમ જેવી સંસ્થાઓને અપશબ્દો કહી રહી છે. તેમના ગુંડાઓ મઠો પર હુમલા કરી રહ્યા છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનું મંદિર બનાવવામાં આવ્યું છે.રામ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે. TMCના લોકો રામ મંદિરને અપવિત્ર કહે છે. આવી TMC ક્યારેય બંગાળની સંસ્કૃતિનું રક્ષણ કરી શકે નહીં.