Connect Gujarat
દેશ

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર કરી વાત.

PM નરેન્દ્ર મોદી એ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી.

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર કરી વાત.
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી. ઇટલીમાં G7 સમિટમાં ભારતને આમંત્રણ આપવા બદલ પીએમ મોદીએ આભાર પણ માન્યો. બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે.જ્યોર્જિયા મેલોનીએ આ વર્ષે જૂનમાં ઇટલીમાં G7 સમિટ આઉટરીચ સત્રમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આમંત્રણ આપ્યું છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી અને ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી. જૂનમાં G7 સમિટમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો. ભારતમાં યોજાયેલા G20 ના પરિણામોને G7માં આગળ વધારવાની ચર્ચા કરી. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો.

Next Story