PM મોદી આજે 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા જવા થયા રવાના

New Update
PM મોદી આજે 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા જવા થયા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા. BRICS સમિટ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહનિસબર્ગમાં યોજાશે. 2019 પછી પ્રથમ વખત બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ એક મંચ પર જોવા મળશે. કોવિડ-19 મહામારીને કારણે બ્રિક્સની બેઠક સતત ત્રણ વર્ષ સુધી વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી. રોગચાળા પછી આ પ્રથમ વખત છે જ્યારે BRICS સમિટ ઈન-પર્સન સમિટ હશે.

Advertisment

PM મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે 22 થી 24 ઓગસ્ટ સુધી જોહનિસબર્ગમાં રહેશે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળી શકે છે. આ સમિટ પછી આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દક્ષિણ આફ્રિકા તરફથી આમંત્રિત અન્ય દેશો ભાગ લેશે. પીએમ મોદી જોહનિસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

Advertisment