New Update
/connect-gujarat/media/post_banners/3f78744ca009c5e18d5b901c69d44e019357f71473d1bbc80d488701ff744f0d.webp)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વાર ઠાકુર બાંકે બિહારીજીના દર્શન કરશે. અગાઉ નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી, 2019ના રોજ વૃંદાવન અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાં આયોજિત સમારોહમાં શામેલ થયા હતા, પરંતુ તે સમયે તેઓ પ્રધાનમંત્રી નહોતા. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબર 2010ના રોજ વાત્સલ્ય ગ્રામમાં વરિષ્ઠ પત્રકાર ભાનુ પ્રતાપ શુક્લા સંગ્રહાલયનું ઉદઘાટન કરવા આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બરના રોજ ઠાકુર બાંકે બિહારીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રજ રજ ઉત્સવમાં પણ શામેલ થશે. પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારમાં અભેદ્ય સુરક્ષા ઊભી કરવામાં આવશે.
Latest Stories