Connect Gujarat
દેશ

ભાજપની પહેલી યાદી જાહેર થયાં બાદ પીએમ મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 કાર્યક્રમોમાં લેશે ભાગ

ભાજપની પહેલી યાદી જાહેર થયાં બાદ પીએમ મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 કાર્યક્રમોમાં લેશે ભાગ
X

ભાજપની પહેલી યાદી જાહેર થયાં બાદ પીએમ મોદી પણ એક્શનમાં આવ્યાં છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ભારત યાત્રા'ની તૈયારી કરી રહ્યા છે. તેઓ આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 29 કાર્યક્રમોમાં ભાગ લેશે.

લોકસભા ચૂંટણી 12-13 માર્ચે જાહેર થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો ભાજપની પહેલી યાદી બાદ તે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ભાજપે ગઈ કાલે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે અને હવે લોકસભા ચૂંટણીમાં લાગી ગયો છે. આ માટે ભાજપે ડોનેશન ફોર નેશન બિલ્ડીંગ અભિયાન શરુ કરી દીધું છે અને લોકો પાસેથી દાન માગવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ દાન આપીને પહેલ કરી છે. PMએ ભાજપને 2,000 રૂપિયાનું દાન આપ્યું છે અને તેની સ્લિપ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમએ તેમના પર ડોનેશન સ્લિપ શેર કરી, હું પણ આ માટે વિનંતી કરું છું. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને આર્થિક રીતે મજબૂત કરવા માટે પીએમ મોદીએ ડોનેશન ફોર નેશન બિલ્ડીંગ અભિયાન હેઠળ ભાજપને દાન આપ્યું છે.

Next Story