PM મોદી 22-23 ઓક્ટોબરે રશિયાના પ્રવાસે, BRICS સમિટમાં લેશે ભાગ !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 23 ઓક્ટોબરે યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા રશિયા જશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છેરશિયા આ વર્ષે 16મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા

New Update
modi1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 23 ઓક્ટોબરે યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા રશિયા જશે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી છે. રશિયા આ વર્ષે 16મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે.રશિયાના કઝાનમાં યોજાનારી આ સમિટ દરમિયાન પીએમ મોદી સભ્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ શકે છે. બંને છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટ દરમિયાન મળ્યા હતા.મોદીએ આ વર્ષે જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને બ્રિક્સ સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. મોદી જુલાઈમાં 22મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેવા માટે મોસ્કો ગયા હતા. રશિયા પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ'થી પણ નવાજવામાં આવ્યા હતા. બંને નેતાઓએ મોસ્કોમાં રોસાટોમ પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી.

Latest Stories