PM નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલા PM મોદીએ

New Update
pm Modi 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલા PM મોદીએ પ્રબોઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતા.ટ્વિટર પર પોસ્ટ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને નેતાઓ વચ્ચેની ચર્ચા ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

Advertisment

જયસ્વાલે તેને "એક્ટ ઈસ્ટ" નીતિના મહત્વના ભાગીદાર સાથે ભારતના સંબંધોમાં આગળનું પગલું ગણાવ્યું.વડાપ્રધાને કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે અમે સંરક્ષણ ઉત્પાદન અને સપ્લાય ચેઈનમાં સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. અમે દરિયાઈ, સાયબર સુરક્ષા, આતંકવાદ અને ઉગ્રવાદ સામે સહયોગ આપવા પર પણ ભાર મૂક્યો છે. આજે, દરિયાઈ સુરક્ષામાં જે સમજૂતી થઈ છે તે ગુનાઓને અટકાવવા અને ક્ષમતા નિર્માણમાં મજબૂતી આવશે. આ અમારા સહયોગને વધુ મજબૂત કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા દ્વિપક્ષીય વેપારને વેગ મળ્યો છે. ગયા વર્ષે આ વેપાર 30 અબજ ડોલરને પાર થઈ ગયો છે.

Latest Stories