વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હોવાનો NIAને ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો છે. ત્યારે પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે આ પ્રકારના થ્રેટ મળે છે, પરંતુ પોલીસ સજ્જ છે. સ્ટેડિયમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત અલગ અલગ એજન્સી દ્વારા પણ મોનીટરીંગ કરવામાં આવશે. કોઈ પણ ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ જ છે. NIAને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. ઈ-મેઇલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી અપાઈ છે. ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. ઈ-મેઇલ મોકલનાર શખસે રૂ.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મુકવાની માગ કરી છે. NIAએ PM સિક્યોરિટી અને અન્ય રાજ્યોની પોલીસને એલર્ટ કરી દીધા છે. આ સાથે ઈ-મેઇલ કયા IP એડ્રેસ પરથી આવ્યો, તેની તપાસ શરૂ કરાઈ છે. સૂત્રો મુજબથી માહિતી મળી છે કે NIAએ ધમકીભર્યા ઈમેલ અંગે મુંબઈ પોલીસને પણ એલર્ટ કર્યું છે. તથા ગુજરાત પોલીસ અને PMની સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. ધમકી મળ્યા બાદ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ-2023ની 5 મેચો રમાવાની હોવાથી મુંબઈ પોલીસે પણ સુરક્ષા વધારી દીધી છે.
PM નરેન્દ્ર મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, ગુજરાત પોલીસ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ.....
New Update
Latest Stories