આજે દેશ મનાવી રહ્યો છે સ્વાતંત્ર્ય પર્વ
લાલ કિલ્લા પરથી પી.એમ.મોદીએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ
દેશવાસીઓને કર્યું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રશ્વજ ફરકાવ્યો હતો. આ દરમ્યાન તેઓએ દેશવાસીઓને મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું
સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે 5 સંકલ્પ રાખ્યા અને ત્રિશક્તિનો મંત્ર આપ્યો. તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને એક નવું નામ "PM સમગ્ર સ્વાસ્થ્ય મિશન"ના વિસ્તારનો ઉલ્લેખ કર્યો. ગાંધીજી, નેહરુજી અને સાવરકરને યાદ કર્યા.નારીશક્તિનાં સન્માન અને ગૌરવની વાત કરી તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે મારું દર્દ દેશવાસીઓને નહીં કહું તો કોને કહીશ. ઘરમાં એકતા ત્યારે જ સ્થપાય છે જ્યારે દીકરો-દીકરી સમાન હોય. જેન્ડર ઈક્વાલિટી એકતાની પ્રથમ શરત છે. ઈન્ડિયા ફર્સ્ટ જ એકતાનો પ્રથમ મંત્ર છે. શ્રમિકોનું સન્માન કરવું જોઈએ. મારી એક પીડા છે, મારી અંદર એક દર્દ છે કે કોઈ ને કોઈ કારણે આપણી અંદર એક વિકૃતિ આવેલી છે. આપણે શબ્દોમાં નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીના અપમાન કરવાની દરેક વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ છીએ.