PM વિદ્યા લક્ષ્મી યોજનાને મંજૂરીની વાગી મહોર,વિદ્યાર્થીઓને મળશે 10 લાખ સુધીની લોન

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેજસ્વી બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ન પડે, તે માટે સરકારે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી

New Update
પીએમ yojna
Advertisment

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેજસ્વી બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ન પડેતે માટે સરકારે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ નિર્ણયો વિશે જાણકારી આપવામાં આવી છે.

Advertisment

આ યોજનાનો ઉદ્દેશ્ય છે કેતેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી ન પડે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે,PM વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ એજ્યુકેશન લોનમાં મળશે.જરૂરિયાતમંદ બાળકો ભણતર માટે બેન્ક માંથી સસ્તા દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લઈ શકશે. આ યોજનાથી હવે પૈસાની કમીના કારણે કોઈ બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

અશ્વિની વૈષ્ણવે વિદ્યાલક્ષ્મી યોજના વિશે જણાવતા કહ્યું કેજે પરિવારની વાર્ષિક કૌટુંબિક આવક લાખ રૂપિયા છે. એવા પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે. 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર ભારત સરકાર 75% ક્રેડિટ ગેરંટી આપશે.

Latest Stories