વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેજસ્વી બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ન પડે, તે માટે સરકારે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ નિર્ણયો વિશે જાણકારી આપવામાં આવી છે.
આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે, તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી ન પડે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે,PM વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ એજ્યુકેશન લોનમાં મળશે.જરૂરિયાતમંદ બાળકો ભણતર માટે બેન્ક માંથી સસ્તા દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લઈ શકશે. આ યોજનાથી હવે પૈસાની કમીના કારણે કોઈ બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
અશ્વિની વૈષ્ણવે વિદ્યાલક્ષ્મી યોજના વિશે જણાવતા કહ્યું કે, જે પરિવારની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયા છે. એવા પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે. 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર ભારત સરકાર 75% ક્રેડિટ ગેરંટી આપશે.