/connect-gujarat/media/post_banners/8038e6682a2960aaf0c59daee12c36615f3b88b222b6e2d842bfe18d3d7bca00.webp)
આફતાબે દિલ્હી પોલીસને જણાવ્યું છે કે તેણે શ્રદ્ધાનું માથું દિલ્હીના એક તળાવમાં ફેંકી દીધું હતું. આ પછી દિલ્હી પોલીસ રવિવારે સાંજે છતરપુર જિલ્લાના મેદાન ગઢી પહોંચી અને અહીં હાજર એક તળાવને ખાલી કરી રહી છે. ડાઇવર્સને પણ બોલાવવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ થોડા સમય પહેલા આફતાબને અહીં લાવી હતી. તેણે આ તળાવમાં શ્રદ્ધાનું માથું ફેંક્યું હોવાની કબૂલાત કરી છે. હત્યાનું હથિયાર પણ ગાયબ છે. અહીં, છત્તરપુર જિલ્લાના મહેરૌલી જંગલમાંથી પોલીસે અત્યાર સુધીમાં 17 હાડકાં કબજે કર્યા છે, તેમને તપાસ માટે મોકલવામાં આવશે.
આવતીકાલે એટલે કે સોમવારે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. પોલીસે આ માટે 40 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. આફતાબે દ્વારા શ્રદ્ધાની હત્યા એટલી ચતુરાઈથી કરવામાં આવી છે કે પોલીસ માટે પુરાવાઓ મેળવવા અને ઘટનાઓની તમામ કડીઓને જોડવી એક પડકાર બની ગયો છે. પોલીસને આશા છે કે આ ટેસ્ટમાંથી તેને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી મળી શકે છે.