છત્તીસગઢમાં પોલીસે 17 નક્સલવાદીઓને ઠાર કર્યા,માર્ચ માસમાં 49 નકસલીઓનો ખાત્મો

છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં 17 નક્સલવાદી માર્યા ગયા છે.

New Update
chatishgadg

છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર શનિવારે સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં 17 નક્સલવાદી માર્યા ગયા છે. DRG અને CRPFના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.DIGએ કહ્યું હતું કે ઓપરેશન પૂરું થયા બાદ સર્ચ કરવામાં આવશે, ત્યાર બાદ જ સ્પષ્ટ થશે કે નક્સલવાદીઓને કેટલું નુકસાન થયું છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.આ પહેલાં 25 માર્ચે સુરક્ષા દળોએ 25 લાખનું ઈનામી નકસલી સુધીર ઉર્ફે સુધાકર સહિત 3 નક્સલવાદીને ઠાર કર્યા હતા. 2025માં જવાનોએ બસ્તર રેન્જમાં એન્કાઉન્ટરમાં 100 નક્સલવાદી માર્યા ગયા છે, જેમાં માર્ચ મહિનામાં જ 49 નક્સલવાદી માર્યા ગયા છે.

Advertisment
Latest Stories