ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લા કોર્ટમાં જજ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સ્થિતિ વણસી,પોલીસે કર્યો લાઠીચાર્જ

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદની જિલ્લા કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો.આ દરમિયાન પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.કોર્ટની અંદર જ ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઉગ્ર

New Update
up

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદની જિલ્લા કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો.આ દરમિયાન પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો.કોર્ટની અંદર જ ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને પછી બબાલ શરૂ થઈ ગઈ હતીજેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

સુનાવણી દરમિયાન વકીલ નાયરસિંહ યાદવ અને તેમના વકીલ સાથીઓની ન્યાયાધીશ સાથે ઉગ્ર દલીલ થઈ,પછી જોતજોતામાં અંદરો અંદર ભારે બબાલ થતા અફરાતફરી મચી ગઈ હતી.આ દરમિયાન કોર્ટની અંદર જ ભારે ઘમાસાણ જોતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો,જેના કારણે નહરસિંહ યાદવ અને તેમના એક વકીલને ઈજા થઈ હતી.વિવાદ બાદ કચેરીનું કામકાજ ઠપ થઈ ગયું હતું.

વકીલોએ આક્ષેપ કર્યો છે કેપોલીસે કોર્ટ રૂમમાં ચારે તરફના દરવાજા બંધ કરી અમને માર માર્યો છે.અનેક વકીલોને સામાન્ય ઈજા થઈ છે. લાઠીચાર્જથી ગુસ્સે થયેલા વકીલોએ ભારે ધમપછાડા કર્યા હતા.આ દરમિયાન કોર્ટની પોલીસ ચોકીમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી હતી.તો બીજી તરફ વકીલો પણ કોર્ટની બહાર ધરણા પર બેસી ગયા હતા અને ન્યાયાધીશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.ન્યાયાધીશના દુર્વ્યવહારના કારણે વકીલોએ કામકાજ બંધ કરી દીધું હતું.

 

 
Latest Stories