બોલીવુડના લોકપ્રિય કોમેડિયન એક્ટર રાજપાલ યાદવે કપરા સમયબાદ લગ્નમાં માણી હળવાશની પળ

રાજપાલ યાદવ જેલમાંથી સીધા તેમના પરિવાર પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમની ભત્રીજીના લગ્નના ફંક્શન ચાલી રહ્યું હતું,જેમાં તેઓએ ફિલ્મી ગીત પર ડાન્સ કરીને હળવાશની પળો માણી

New Update

બોલીવૂડના લોકપ્રિય કોમેડિયન એક્ટર રાજપાલ યાદવ માટે આ સમય ખૂબ જ કપરો રહ્યો છે. એક્ટર માટે આ સમય લાગણીઓના ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં રહ્યા બાદ મંગળવારે મળેલી મુક્તિ તેમના માટે મોટી રાહત સાબિત થઈ છે. જેલના સળિયા પાછળથી બહાર આવતાની સાથે જ અભિનેતા સીધા તેમના પરિવાર પાસે પહોંચ્યા હતાજ્યાં તેમની ભત્રીજીના લગ્નના ફંક્શન ચાલી રહ્યું હતું,જેમાં તેઓએ ફિલ્મી ગીત પર ડાન્સ કરીને હળવાશની પળો માણી હતી.

જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે મીડિયા સાથે વાતચીત કરતા ખૂબ જ ગંભીરતાથી જણાવ્યું કેઆ કાનૂની લડાઈ 2012-13થી ચાલી રહી છેપરંતુ મેં હંમેશા કાયદાનું સન્માન કર્યું છે. દેશની જનતાના પ્રેમને કારણે જ હું 250થી વધુ ફિલ્મો કરી શક્યો છું. જ્યારે પણ કોર્ટે મને યાદ કર્યો છેહું હાજર રહ્યો છું અને ભવિષ્યમાં પણ અદાલતના આદેશનું પાલન કરીશ.

Latest Stories