Connect Gujarat
દેશ

પ્રજ્ઞાન રોવરે કર્યા 'ચંદ્રદર્શન', લેન્ડરથી ઉતરેલા પ્રજ્ઞાન રોવરનો પહેલો ફોટો સામે આવ્યો.....

પ્રજ્ઞાન રોવરે કર્યા ચંદ્રદર્શન, લેન્ડરથી ઉતરેલા પ્રજ્ઞાન રોવરનો પહેલો ફોટો સામે આવ્યો.....
X

ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.. હવે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું છે.

લગભગ 14 કલાક પછી, ગુરુવારે સવારે સમાચાર આવ્યા કે રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર આવી ગયું છે અને ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે. આ માહિતી INSPACEના અધ્યક્ષ પવન કે ગોએન્કાએ આપી હતી. ગુરુવારે સવાર સુધી, લગભગ 7 કરોડ લોકોએ ISROની યુટ્યુબ ચેનલ પર લેન્ડિંગનું ટેલિકાસ્ટ જોયું છે. ભારત પહેલાં રશિયા ચંદ્રના સાઉથ પોલ પર લુના-25 ઉતારવાનું હતું. આ લેન્ડિંગ 21 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે એ ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું.

Next Story