New Update
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થતા મહાકુંભ આડે પાંચ મહિના બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે.એવો અંદાજ છે કે 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે.
પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે.મહાકુંભમાં પહેલીવાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે. તેઓ આ મહા આયોજન માટે મોટાપાયે દાન આપતા હતા. ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃતાંતમાં આ અંગે નોંધ લખી હતી. 12 વર્ષ પછી યોજાનાર કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે. નોંધનીય છે કે, દેશમાં ત્રણ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે.
Latest Stories