Connect Gujarat
દેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર વ્યક્તિત્વને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ચાર વ્યક્તિત્વને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર વ્યક્તિત્વને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા
X

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે ચાર વ્યક્તિત્વને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કર્યા. જેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ એમએસ સ્વામીનાથન બધાને મરણોત્તર આ સન્માન મળ્યું છે. લાલકૃષ્ણ અડવાણીને 31 માર્ચે ભારત રત્ન આપવામાં આવશે.રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આજના કાર્યક્રમમાં ચાર વ્યક્તિઓના પરિવારજનોએ આ સન્માન મેળવ્યું હતું. નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ, ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમએસ સ્વામીનાથનની પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવ્યું.કેન્દ્રએ આ વર્ષે 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. 2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 સેલિબ્રિટી સહિત અત્યાર સુધી આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 પર પહોંચી જશે.

Next Story