રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુવાહાટીમાં શક્તિપીઠ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી, ઘણા પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

આસામની બે દિવસીય મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગુવાહાટીમાં શક્તિપીઠ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી.

New Update
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુવાહાટીમાં શક્તિપીઠ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી, ઘણા પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

આસામની બે દિવસીય મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગુવાહાટીમાં શક્તિપીઠ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી. પદ સંભાળ્યા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમણે મંદિરમાં પ્રાર્થના કરી અને બધાની સુખાકારી અને કલ્યાણ માટે આશીર્વાદ માંગ્યા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને રાજ્યપાલ જગદીશ મુખીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે નીલાચલ પહાડીઓ પર આવેલા મંદિરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ તેમની આસામની બે દિવસીય મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો અને અનેક પ્રોજેક્ટ લોન્ચ કર્યા.


આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આસામના લોકો તરફથી મળેલા પ્રેમ અને સ્નેહથી પ્રભાવિત થયા છે. આ મુલાકાત દ્વારા તેમને ભારતની મહાન પરંપરાઓ અને સિદ્ધિઓ સાથે જોડાવાની તક મળી રહી છે. તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે આસામના લોકોનો આભાર માન્યો હતો.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આસામનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહિમા ખૂબ પ્રભાવશાળી છે. શ્રીમંત શંકરદેવ અને માધવદેવ જેવી અસાધારણ વ્યક્તિત્વોએ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાને સમૃદ્ધ બનાવી છે અને સમાજને એક કરવાનું કામ કર્યું છે. પ્રદેશના બોડો સમાજ પાસેથી ઘણું શીખવા જેવું છે. જ્યોતિ પ્રસાદ અગ્રવાલ, વિષ્ણુ પ્રસાદ રાભા અને ભૂપેન હજારિકા જેવી અદભૂત પ્રતિભાઓએ ભારતીય સમાજ અને સંસ્કૃતિને અપાર ભેટો આપી છે.


આજે, રાષ્ટ્રપતિ આસામ સરકાર અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને રેલ્વેના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન / લોકાર્પણ / શિલાન્યાસ કરશે.

Latest Stories