દેશનાં સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 900 કરોડનાં ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો. પરંતું હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે.
બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજ વસ્તુઓનાં ભાવ પણ ઘટશે. આ સાથે સમયનો પણ બચાવ થશે. મહત્વનું છે કે 2016 માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નનેચર બ્રિજને નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી દ્વારા તા. 7 ઓક્ટોમ્બર 2017 ના દિવસે કરવામાં આવ્યું હતું.
2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ 51 સ્ટ્રેટ બ્રિજ છે. જે બેટ દ્વારકા તેમજ ઓખાને કચ્છનાં અખાતમાં જોડે છે. પીએમ મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવેશ સિગ્નેચર બ્રિજનાં ઉદ્ઘાટન સાથે દ્વારકા શહેરને એક નવું સિમા ચિહ્ન મળશે. એટલું જ નહી દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.