પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્રૌપદી મુર્મૂના નિવાસસ્થાને પહોચી જીતના અભિનંદન પાઠવ્યા, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા રહ્યા હાજર

New Update

રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ મોટી જીત મેળવી છે. આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને જીત પર અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂનો મુકાબલો વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહા સામે હતો. મતગણતરીનાં પ્રારંભિક તબક્કામાં જ દ્રૌપદી મુર્મૂએ લીડ મેળવી લીધી હતી. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિવિધ રાજ્યોમાં ઉજવણીની તૈયારીઓ કરી લીધી છે.

ભાજપ પાર્ટીએ આદિવાસી બહુલ ગામો અને જિલ્લાઓમાં ઉજવણીની તૈયારીઓ કરી છે. આ ચૂંટણી જીતીને મુર્મુ આદિવાસી સમુદાયમાંથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનાર પ્રથમ મહિલા બની ગયાં છે. સૂત્રોએ જણાવ્યું કે 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ પહેલાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટીના નેતાઓ અને સીએમ સાથે બેઠક કરશે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુની ભવ્ય જીત થઇ, તો સામે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની હાર થઇ. યશવંત સિંહાએ પોતાની હાર સ્વીકાર કરતા ટ્વીટ કરીને દ્રૌપદી મુર્મુને શુભકામનાઓ આપી. ટ્વીટમાં તેમણે લખ્યું - "હું શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માં તેમની જીત બદલ અભિનંદન આપવા માટે મારા સાથી નાગરિકો સાથે જોડું છું. ભારતને આશા છે કે પ્રજાસત્તાકના 15મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ ડર કે પક્ષપાત વિના બંધારણના રક્ષક તરીકે કામ કરશે."

Latest Stories