New Update
/connect-gujarat/media/post_banners/0e225afd99b163f5bd7403846c91e91ab9916bcd8b8843ca28cc6ad25724af25.webp)
સોમવારે પુણેના પિંપરી ચિંચવડ શહેરના રાવત કિવલે વિસ્તારમાં લોખંડનું હોર્ડિંગ તૂટી પડતાં છ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
આ ઘટના સાંજે સાડા છ વાગ્યાની જણાવવામાં આવી રહી છે. રાવત કિવલે વિસ્તારમાં કાત્રજ દેહુ રોડ સર્વિસ રોડ પર તોફાન અને વરસાદથી બચવા માટે કેટલાક લોકો એક દુકાન પાસે ઉભા હતા. દુકાન પાસે લોખંડનું હોર્ડિંગ હતું. વાવાઝોડાને કારણે હોર્ડિંગ દુકાન પર પડી ગયું, જેના કારણે 8 લોકો હોર્ડિંગ નીચે દબાયા.
Latest Stories