New Update
/connect-gujarat/media/post_banners/19466daf8e34a729d8bc2b458a0eff2e5178de42a28a7e47975a42b5d4c1fea7.webp)
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી . તેમની સાથે સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા હાજર રહ્યા હતા. કિશોરી લાલ શર્માએ પણ અમેઠીથી ઉમેદવારી નોંધાવી છે.રાયબરેલીથી નોમિનેશન ફાઈલ કર્યા બાદ રાહુલે X પર લખ્યું- આ મારા માટે ભાવનાત્મક ક્ષણ હતી.
મારી માતાએ મને પરિવારનું કામ ખૂબ વિશ્વાસ સાથે સોંપ્યું છે અને તેની સેવા કરવાની તક આપી છે. અમેઠી અને રાયબરેલી મારા માટે અલગ નથી. બંને મારો પરિવાર છે.મને ખુશી છે કે 40 વર્ષથી મતવિસ્તારની સેવા કરી રહેલા કિશોરી લાલ અમેઠીથી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. અન્યાય સામે ચાલી રહેલા ન્યાયના યુદ્ધમાં હું મારા પ્રિયજનોનો પ્રેમ અને આશીર્વાદ માંગું છું. મને વિશ્વાસ છે કે બંધારણ અને લોકશાહીને બચાવવાની આ લડાઈમાં તમે બધા મારી સાથે ઉભા છો.