Connect Gujarat
દેશ

રાજસ્થાનમાં CM માટે રાજનાથ સહિત 3 નિરીક્ષકોની નિમણૂક,10 ડિસેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ શકે છે

રાજસ્થાનમાં સીએમના નામની જાહેરાતની અટકળો વચ્ચે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

રાજસ્થાનમાં CM માટે રાજનાથ સહિત 3 નિરીક્ષકોની નિમણૂક,10 ડિસેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ શકે છે
X

રાજસ્થાનમાં સીએમના નામની જાહેરાતની અટકળો વચ્ચે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપે રાજસ્થાન માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડેને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ નિરીક્ષકો રાજસ્થાનના ધારાસભ્યો પાસેથી અભિપ્રાય મેળવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 10 ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક મળી શકે છે.આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે લગભગ 8 વાગે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દોઢ કલાક સુધી ચર્ચા ચાલી હતી. પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી પણ આજે દિલ્હી પહોંચી ગયા છે. અહીં નડ્ડાને મળ્યા બાદ રાજે ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.

Next Story