રક્તદાન એ દાન છે. આપણું રક્તદાન અનેક જીવન બચાવી શકે છે. તબીબોનું માનવું છે કે એકવાર રક્તદાન કરવાથી 3 જીવન બચાવી શકાય છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન સ્વૈચ્છિક રક્તદાન માટે એક મેગા અભિયાન શરૂ કરવામાં આવશે.
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય 17 સપ્ટેમ્બરથી રક્ત અમૃત મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. આ અભિયાન દ્વારા 1.5 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તે જ સમયે, ભારતમાં દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું, 'માનવતા માટે રક્તદાન. 17 સપ્ટેમ્બરથી રક્તદાન અમૃત મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આરોગ્ય સેતુ એપ પર નોંધણી કરાવીને આજે જ દાન કરો અથવા https://eraktkosh.in ની મુલાકાત લઈને રક્તદાન માટે તમારી જાતને નોંધણી કરો. આવો આપણે આ અભિયાનમાં આપણી સહભાગીતા સાથે રક્તદાન કરીને આપણા જીવનનું દાન કરવાનો સંકલ્પ લઈએ.
https://twitter.com/mansukhmandviya/status/1569926675839991808?cxt=HHwWgIDSzc3_v8krAAAA
ભારતમાં બ્લડ યુનિટ સ્ટોર કરવાની પૂરતી ક્ષમતા છે. આશા છે કે ભારત વિશ્વ રેકોર્ડ બનાવી શકે છે, પરંતુ તે લોકો દ્વારા રક્તદાન પર નિર્ભર છે. મળતી માહિતી પ્રમાણે "અમે દાતાઓને પ્રોત્સાહિત કરવાનો અને ડેટાબેઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી કરીને તેઓ વારંવાર દાન કરી શકે.'આ અભિયાન પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે લોકો સમાજમાં એક થાય અને આ ઉમદા કાર્યમાં તેમની ભાગીદારી આપે.