RBI એ બેન્ક લોકરના નિયમમાં કર્યો ફેરફાર, વાંચો શું છે નવા નિયમો

ભારતીય રિઝર્વ બેન્ક તરફથી ગ્રાહકોની સુરક્ષા અને સાવચેતીઓ ધ્યાનમાં રાખતા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે.

RBI એ બેન્ક લોકરના નિયમમાં કર્યો ફેરફાર, વાંચો શું છે નવા નિયમો
New Update

ભારતીય રિઝર્વ બેન્ક તરફથી ગ્રાહકોની સુરક્ષા અને સાવચેતીઓ ધ્યાનમાં રાખતા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. હવે રિઝર્વ બેન્ક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જો રિઝર્વ બેન્ક તરફથી જાહેર નોટિફિકેશન અનુસાર બેન્કમાં લોકર લેનાર ગ્રાહકોની ફરિયાદ પર રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે. હંમેશા ગ્રાહકો તરફથી બેન્ક લોકર માં ચોરીની ફરિયાદ આવતી હતી. પરંતુ હવે લોકરમાંથી કોઈ સામાન ચોરાયો તો સંબંધિત બેંક તરફથી ગ્રાહકને લોકર ભાડાના 100 ગણા સુધીનું વળતર આપવામાં આવશે. હકીકતમાં ઘણીવાર જોવામાં આવ્યું કે બેન્ક ચોરીની ફરિયાદ થી છુટકારો મેળવી લે છે.

ગ્રાહકને કહી દેવામાં આવે છે કે તેની કોઈ પ્રકારની જવાબદારી નથી. આરબીઆઈ તરફથી આદેશમાં કહેવામાં આવ્યું છે કે બેન્કોએ ખાલી લોકરનું લિસ્ટ, લોકર માટે વેઇટિંગ લિસ્ટ નંબર ડિસ્પ્લે પર લગાવવું પડશે. તેનાથી લોકર સિસ્ટમમાં વધુ પારદર્શિતા આવશે. આરબીઆઈનું કહેવું છે કે બેન્ક તરફથી ગ્રાહકોને અંધારામાં રાખી શકાય નહીં તમે જ્યારે પણ લોકર એક્સેસ કરશો તો તેનું એલર્ટ બેન્ક દ્વારા તમને ઈ-મેલ અને એસએમએસ પર આપવામાં આવશે. આરબીઆઈએ આ નિયમ કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે બનાવ્યો છે. બેન્કોને લોકરમાં એક સાથે વધુમાં વધુ ત્રણ વર્ષનું ભાડુ લેવાનો હક છે. લોકર રૂમમાં આવતા-જતા લોકો પર સીસીટીવી કેમેરાની નજર રાખવી જરૂરી છે.

#India #RBI Bank #Massage #bank locker rules #locker rules #E mail #waiting list
Here are a few more articles:
Read the Next Article