Connect Gujarat
દેશ

બાંગ્લાદેશમાં આવેલ સુગંધા માતાજીનાં શક્તિપીઠનો વાંચો મહિમા, આ સ્થળે જ માતાજીનું નાક પડ્યું હતું.

બાંગ્લાદેશમાં આવેલ સુગંધા માતાજીનાં શક્તિપીઠનો વાંચો મહિમા, આ સ્થળે જ માતાજીનું નાક પડ્યું હતું.
X


માં જગદંબાની પૂજાનો મહાન તહેવાર એટલે શરદીય નવરાત્રિ, નવરાત્રિ દરમિયાન દેવી માતાની પુજા, અર્ચના અને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ 51 દ્શક્તિપીઠ માના એક શક્તિપીઠ વિષે, સુગંધા શક્તિપીઠ વિશે...


ઉગ્ર દેવીનું મંદિર ગામ બાલિ સર જિલ્લો શિકારપુર બાંગ્લાદેશમાં આ શક્તિપીઠ આવેલ છે, સુગંધા શક્તિપીઠ સુગંધા નદીના કિનારે આવેલ છે. સુગંધા શક્તિપીઠ 51 શક્તિપીઠમાંથી એક છે સુગંધા શક્તિપીઠ બાલાસરથી 21 કી.મી ના અંતરે સુગંધા નદીના કિનારે આવેલ છે. જ્યાં જ્યાં માતા સતીના અંગો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ હતી. સુગંધા શક્તિપીઠ પર માતા સતીનું નાક પડ્યું હતું તે સ્થાન શિકારપુર ગામમાં આવેલ સુગંધા શક્તિપીઠ છે. ઉગ્રદેવી માતાજીની બાજુમાં ભૈરવનું પણ સ્થાન આવેલું છે.


સુગંધા માતાજીના મંદિરની વાત કરીએ તો બાંગ્લાદેશમાં આવેલ આ મંદિર એક અલૌકિક મંદિર છે સુગંધા શક્તિપીઠ એક વિશાળ પરિસરની અંદર આવેલ છે. આ મંદિરમાં આવેલ મૂર્તિ વિશેષ છે અન્ય લોકો દ્વારા કહેવામાં આવે છે કે જૂની મૂર્તિ જે હતી તે મંદિરના ઘરમાંથી ચોરી થઈ ગયેલ હતી અને અત્યારે હાલ જે મૂર્તિ છે તે નવી મૂર્તિ છે અને જૂની મૂર્તિ જે ચોરાઈ ગઈ તેનો હજુ સુધી કોઈ જાતનો પત્તો લાગ્યો નથી. માતાજીની આ મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવેલ ચાર હાથ વાળી છે માતાજીના ચાર હાથમાં તલવાર ખેડા નીલપતાની માળા આવેલી છે. સુગંધા શક્તિપીઠમાં રહેલ ઉગ્રતા માતાજીની મૂર્તિ વિશે એવું કહેવાય છે કે આ ઉગ્ર તો માતાજીની મૂર્તિ પ્રાચીન તંત્રવિદ્યા સંબંધિત માનવામાં આવે છે બાંગ્લાદેશ ભારતના બંગાળ રાજ્યની બાજુમાં આવેલ છે તેથી કહેવાય છે કે પ્રાચીન સમયમાં બાંગ્લાદેશ અને બંગાળમાં વિભિન્ન તંત્ર સાધનાઓ તંત્ર-મંત્ર વિદ્યાઓ અને કાલા જાદુ જે વ્યાપક પ્રચાર પ્રસારણ થયો હતો. આજે બંગાળમાં પ્રાચીન દેવી મંદિર અને પ્રાચીનકાલી મંદિર પણ જોવા મળે છે.





Next Story