રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક નીતા અંબાણી બીજી વખત ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્યપદે ચૂંટાયા

ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક તરફ ઓલિમ્પિક ગેમ્સના શાનદાર ઓપનિંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

New Update
nita

ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક તરફ ઓલિમ્પિક ગેમ્સના શાનદાર ઓપનિંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં બીજી બાજુ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક નીતા અંબાણી બીજી વખત ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના સભ્યપદે ચૂંટાયા છે.

નીતા અંબાણીને આઈઓસીના 142 સત્રમાં સર્વાનુમતે ફરી એક વાર આ પ્રતિષ્ઠિત કમિટીના સભ્યપદે નવાજવામાં આવ્યા હતા. નીતા અંબાણીએ ફરી આ સભ્યપદ મળતાં ગૌરવ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે આઈઓસીના પ્રમુખ થોમસ બાક તેમજ કમિટીમાંના તમામ સહયોગીઓએ મારામાં જે વિશ્વાસ અને ભરોસો બતાવ્યા છે એ બદલ હું તેમની આભારી છું. 

Latest Stories