Connect Gujarat
દેશ

17મી લોકસભાનું રિપોર્ટ કાર્ડ:સવાલ પૂછવામાં મહારાષ્ટ્ર તો હાજરીમાં હરિયાણાના સાંસદો સૌથી મોખરે રહ્યા

17મી લોકસભાનું રિપોર્ટ કાર્ડ:સવાલ પૂછવામાં મહારાષ્ટ્ર તો હાજરીમાં હરિયાણાના સાંસદો સૌથી મોખરે રહ્યા
X

17મી લોકસભા(2019થી 2024)નો કાર્યકાળ સમાપ્ત થવાને આરે છે. આ પાંચ વર્ષમાં 143 સાંસદ 729 પ્રાઈવેટ મેમ્બર બિલ લાવ્યા, પરંતુ એક પણ પસાર ન થયું. 25 સાંસદોએ 500થી વધુ તો 113એ 300થી વધુ સવાલ પૂછ્યા. જોકે 29 સાંસદો એવા પણ હતા જેમણે એક પણ સવાલ ન કર્યો. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હા પણ સામેલ છે.અખિલેશે માર્ચમાં રાજીનામું આપ્યું, જ્યારે શત્રુઘ્ન એપ્રિલ 2022માં ગૃહમાં પહોંચ્યા. મહારાષ્ટ્રના દરેક સાંસદે સરેરાશ 370 સવાલ પૂછ્યા. સૌથી વધુ સવાલ કરનારા 10 સાંસદોમાંથી 7 મહારાષ્ટ્રના હતા. તે પછી આંધ્રપ્રદેશના સાંસદોએ સરેરાશ 275 તો રાજસ્થાનના સાંસદોએ 273 સવાલ પૂછ્યાં.

ગૃહમાં હાજરી મામલે હરિયાણાના સાંસદ સૌથી મોખરે રહ્યા. જેમાં ટોપ-10 સાંસદોમાં 4 મહારાષ્ટ્રના સામેલ છે.ત્રણ સાંસદ- સિરસાની સુનીતા દુગ્ગલ, અજમેરના ભાગીરથ ચૌધરી અને કાંકેરના મોહન માંડવીની 100 ટકા હાજરી રહી. સાંસદોની સરેરાશ 79 ટકા હાજરી રહી. સૌથી વધુ 654 સવાલ બાલુરઘાટ (પ.બંગાળ)ના ભાજપા સાંસદ સુકાંત મજૂમદારે પૂછ્યા. પક્ષ મુજબ વાત કરીએ તો એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ સૌથી વધુ 629 સવાલ પૂછ્યા. જાહેર હિતના મુદ્દા હોય કે બજેટ બિલ હોય, સાંસદોએ સરેરાશ માત્ર 45 ચર્ચાઓમાં ભાગ લીધો હતો. કેરળ અને રાજસ્થાનના સાંસદો ચર્ચામાં સૌથી વધુ હાજર રહ્યા હતા. હમીરપુર (યુપી)ના સાંસદ પુષ્પેન્દ્રસિંહ ચંદેલે 1261 ડીબેટમાં ભાગ લીધો હતો, જ્યારે આંદામાન-નિકોબારના કુલદીપ શર્માએ 834 ડીબેટમાં ભાગ લીધો હતો અને બિજનૌર (યુપી)ના મલુક નગરે 606 ડીબેટમાં ભાગ લીધો હતો.

Next Story