New Update
/connect-gujarat/media/media_files/2025/03/06/zmi4zpo1V9enxFMaBfZk.jpg)
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. દુબઈ સ્ટેડિયમમાં સ્ટીવ સ્મિથના ફિફ્ટીને કારણે કાંગારુઓએ 265 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, વિરાટ કોહલીના 84 રનની મદદથી ટીમનો વિજય થયો.મંગળવારનો દિવસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે રેકોર્ડનો દિવસ હતો. રોહિત તમામ ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ કેપ્ટન બન્યો.
કોહલીએ વનડેમાં 161 કેચ પૂર્ણ કર્યા. રોહિત ICC વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. વિરાટે વનડેમાં ચેઝ કરતી વખતે 8 હજાર રન પૂરા કર્યા.ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો. તેણે હવે 42 ઇનિંગ્સમાં 65 છગ્ગા ફટકાર્યા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલને પાછળ ધકેલી દીધો, જેણે 51 ઇનિંગ્સમાં 64 છગ્ગા ફટકાર્યા હતા.
Latest Stories