/connect-gujarat/media/media_files/2025/10/25/1-1-2025-10-25-17-39-45.jpg)
ઉત્તરાખંડના રૂરકી વિસ્તારમાં છેલ્લા 13 વર્ષથી મકાન બહાર એકલવાયું જીવન ગુજારતી મહિલા પાસેથી રૂ. 1 લાખ રોકડા મળી આવતા લોકો અયંબામાં પડી ગયા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/25/2-1-2025-10-25-17-40-03.jpg)
મળતી માહિતી અનુસાર, ઉત્તરાખંડના રૂરકી વિસ્તારના મંગલૌર મોહલ્લા પઠાણપુરામાં એક ભિક્ષુક મહિલાના થેલામાંથી લગભગ એક લાખ રૂપિયાની મોટી રોકડ રકમ મળી આવી હતી. છેલ્લાં લગભગ 13 વર્ષથી એક મકાનની બહાર જીવન ગુજારી રહેલી આ મહિલા પાસે આટલી મોટી રકમ જોઈને શેરીના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હકીકતમાં શેરીના લોકોએ મહિલાને ત્યાંથી હટાવવા માગી, ત્યારે જ તેમની નજર તેના થેલામાં રાખેલી રોકડ પર પડી, અને થેલામાંથી નોટોના બંડલો નીકળતાં લોકો અયંબામાં પડી ગયા હતા. તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
બનાવના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, નોટોની ગણતરી કરવામાં આવતા આ રકમ અંદાજે એક લાખ રૂપિયાની આસપાસ હોવાની અપેક્ષા છે.
તો બીજી તરફ, પોલીસે પણ ચોરીના જોખમને ધ્યાનમાં રાખીને મહિલાને સુરક્ષિત રાખવામાં આવી છે. એટલું જ નહીં, મહિલાને જલદી જ કોઈ સુરક્ષિત સ્થળ પર મોકલવામાં આવશે, અને મળી આવેલી રકમને કોઈ ભરોસાપાત્ર વ્યક્તિને સોંપવામાં આવશે, તેમ જણાવ્યુ હતું.





































