Connect Gujarat
દેશ

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું થયું નિધન

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું થયું નિધન
X

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મુલાયમ સિંહ છેલ્લા આઠ દિવસથી એટલે કે 2 ઓક્ટોબરથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 2 ઓક્ટોબરે તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યા હતા.

સમાજવાદી પાર્ટીના સ્થાપક એવા મુલાયમ સિંહ યાદવ સતત ત્રણ વખત ઉત્તરપ્રદેશ રાજયનાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે કેન્દ્ર સરકારમાં રક્ષામંત્રી તરીકે પણ કાર્યકાળ નિભાવ્યો હતો. આ સિવાય આઝમગઢ અને સાંભલમાથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે. પક્ષનાં કાર્યકર્તાઑ તેઓને નેતાજી તરીકે ઓળખતા હતા.

તેઓનો જન્મ 22 નવેમ્બરનાં 1939 દિવસે સૈફઇમાં થયો હતો. સૌપ્રથમ 1989 માં મુખ્યમંત્રી બન્યા હતા. દીકરો અખિલેશ યાદવ પણ UPના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે.

Next Story