વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજે બીજો દિવસ છે. પીએમ હિરોશિમામાં તે સ્થાન પર પહોંચી ગયા છે જ્યાં 78 વર્ષ પહેલા અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. PM એ હિરોશિમા પીસ મેમોરિયલ ખાતે એટમ બોમ્બ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ પીસ મેમોરિયલ મ્યુઝિયમની પણ મુલાકાત લેશે.
PMનો આગળનો કાર્યક્રમ G7 બેઠકમાં ભાગ લેવાથી શરૂ થશે. ત્યારે આજના કાર્યક્રમમાં પીએમ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા. ત્યારબાદ પીએમ ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યુ ગિની જવા રવાના થશે.
પીએમ મોદીએ જાપાનના હિરોશિમામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે યુદ્ધ વિશે કહ્યું હતું કે આ અમારા માટે માનવતાવાદી મુદ્દો છે, જેના ઉકેલ માટે ભારત ચોક્કસપણે યુક્રેન માટે કંઈક કરશે. તે જ સમયે ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.