Connect Gujarat
દેશ

નવી સંસદ ઉદ્ધાટનની પૂર્વસંધ્યાએ અધિનામ્સે PM મોદીને સોંપ્યો સેંગોલ, સાથે આપ્યાં આશીર્વાદ

નવી સંસદ ઉદ્ધાટનની પૂર્વસંધ્યાએ અધિનામ્સે PM મોદીને સોંપ્યો સેંગોલ, સાથે આપ્યાં આશીર્વાદ
X

નવી સંસદના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે વડાપ્રધાન આવાસ પર તમિલનાડુના અધિનમ મહંતને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવ્યું હતું. અધિનમે વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્તા સ્થાનાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સોંપ્યો હતો. આ પરંપરાના વિસર્જન દરમિયાન 21 અધીનમ હાજર રહ્યા હતા. આ પહેલા પીએમ મોદીને સુવર્ણ અંગવસ્ત્રમ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે વૈદિક વિધિ મુજબ અધીનમથી સેંગોલ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, રવિવારે આયોજિત નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ પહેલા અધિનમ મહંત શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા. અધિનમ મહંતે વડાપ્રધાન મોદીને સેંગોલ સોંપ્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિથી કરવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે.

Next Story