શશિ થરૂરે 9/11 સ્મારકની બહાર પાકિસ્તાનને આડે હાથ લીધું, કહ્યું અમેરિકાએ જે 20 વર્ષ પહેલા..

ઓપરેશન સિંદૂરની સફળતા અને પહેલગામ હુમલા પાછળના પાકિસ્તાન કનેક્શન વિશેની માહિતી વિશ્વને આપવામાં આવી રહી છે. ભારત સરકારે આ કાર્ય માટે 7 પ્રતિનિધિમંડળો તૈયાર કર્યા છે.

New Update
aa

ઓપરેશન સિંદૂરની સફળતા અને પહેલગામ હુમલા પાછળના પાકિસ્તાન કનેક્શન વિશેની માહિતી વિશ્વને આપવામાં આવી રહી છે. ભારત સરકારે આ કાર્ય માટે 7 પ્રતિનિધિમંડળો તૈયાર કર્યા છે. તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો 32 અલગ અલગ દેશોની મુલાકાત લઈ રહ્યા છે. આ સંદર્ભમાં, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચ્યું છે.

ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં, શશિ થરૂરે સમજાવ્યું કે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કેવી રીતે કર્યો. તેમણે આતંકવાદ સામે સમગ્ર વિશ્વને એક થવા હાકલ કરી.

'પહલગામ હુમલાનો હેતુ હિન્દુ-મુસ્લિમ સૌહાર્દને બગાડવાનો હતો'

૯/૧૧નો ઉલ્લેખ કરતા શશિ થરૂરે કહ્યું કે આપણે એવા શહેરમાં છીએ જે આતંકવાદી હુમલાનો ભોગ બન્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે.

20 વર્ષ પહેલાં ન્યૂયોર્કમાં પણ આતંકવાદી હુમલો થયો હતો: થરૂર

9/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું હતું કે, "અમે 9/11 સ્મારક પર એ સંદેશ આપવા ગયા હતા કે 20 વર્ષ પહેલાં ન્યૂયોર્કમાં પણ આતંકવાદી હુમલાનો સામનો કરવો પડ્યો હતો અને આપણને પણ આવો જ અનુભવ છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ સમજે કે એકતાની જરૂર છે. આપણે વિશ્વને અમેરિકાનો સંકલ્પ બતાવવાની જરૂર છે કે આપણે આવા આતંકવાદી હુમલાઓ વિરુદ્ધ છીએ અને અમે કાર્યવાહી કરીશું."

શશિ થરૂરે વધુમાં કહ્યું કે, પહેલગામમાં જે રીતે ધર્મના નામે લોકોને મારવામાં આવ્યા, તેની પાછળનો હેતુ દેશમાં હિન્દુ-મુસ્લિમ સૌહાર્દને બગાડવાનો હતો. અમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત ક્યારેય આતંકવાદને સહન કરશે નહીં અને તેનો યોગ્ય જવાબ આપશે.

Latest Stories