Connect Gujarat
દેશ

કેનેડાના ઓન્ટોરિયોમાં થયો ગોળીબાર, 3 બાળકો સહિત 5 લોકોના મોત...

કેનેડાના ઓન્ટોરિયોમાં થયો ગોળીબાર, 3 બાળકો સહિત 5 લોકોના મોત...
X

કેનેડામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે રાત્રે બની છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે 10.20 વાગ્યે ગોળીબારની ઘટનાની જાણ થઈ હતી, પોલીસને ઘટના અંગે જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમને પહેલા 41 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ 6 વર્ષના અને 12 વર્ષના બાળકોના મૃતદેહ પણ મળ્યા હતા.

આ સિવાય પોલીસને 45 વર્ષિય વ્યક્તિ પણ ગોળીબારમાં ઘાયલ થયેલો જોવા મળ્યો હતો. આ ઘટના કેનેડાના ઉત્તરી ઓન્ટોરિયો શહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં 6 વર્ષના અને 12 વર્ષના બાળકોના મોત પણ ગોળીબારમાં થયા છે. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે તેમને 44 વર્ષિય વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાની જાતને જ ગોળી મારી હતી. હાલ પોલીસની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story