/connect-gujarat/media/post_banners/d486131872a934413b28fadd3bc388108488c7d3ef95eac2e4df78600b8ba264.webp)
શ્રદ્ધા હત્યા કેસમાં તપાસમાં લાગેલી દિલ્હી પોલીસ આજે આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરી શકે છે. આ માટે દિલ્હી પોલીસે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આફતાબ સતત પોલીસને ગેરમાર્ગે દોરાવી રહ્યો છે અને પોતાના નિવેદનો બદલી રહ્યો છે આવી સ્થિતિમાં તેની વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે નાર્કો ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દિલ્હી પોલીસ ટેસ્ટ દરમિયાન આફતાબને 51 પ્રશ્નો પૂછી શકે છે.
આ પહેલા રવિવારે દિલ્હી પોલીસ એક તળાવ સાફ કરવા દક્ષિણ દિલ્હીના મેદાનગઢી પહોંચી હતી. હકીકતમાં, આફતાબે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે શ્રદ્ધાનું માથું આ તળાવમાં ફેંક્યું હતું. બીજી તરફ દિલ્હી પોલીસ સતત ત્રીજા દિવસે મહેરૌલીના જંગલમાં તપાસ માટે પહોંચી છે અત્યાર સુધી અહીંથી મૃતદેહના 17 ટુકડા મળી આવ્યા છે. જો કે આ તમામ હાડકાના રૂપમાં જ મળી આવ્યા છે. પોલીસે તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.