/connect-gujarat/media/post_banners/7b50b8da2f40f467939f7b5ff916c5167ef3932ca482bc3bd977e4243f1833d5.webp)
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભગવાન મહાદેવના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. સમગ્ર ભારતદેશ ભક્તિમય માહોલમાં છે, જ્યારે દેવોના દેવ મહાદેવની લીલા અપરંપાર છે. તો વાંચો ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ અમરેલી જિલ્લા સ્થિત શ્રી સ્વયંભુ નાગનાથ મહાદેવના મંદિરની રોચક કથા વિષે...
/connect-gujarat/media/post_attachments/270fa06bafa6676d6ce8115910845f30c880ec85166a7f47fb7a096d0930d43c.webp)
અમરેલી જિલ્લામાં આવેલ નાગનાથ મહાદેવ મંદિરનો આશરે 250 વર્ષ જુનો અનોખો ઇતિહાસ છે. કહેવાય છે કે, આ ઇતિહાસ અમરેલી પરગાણાના દેવાનજી શ્રી વિઠ્ઠલરાવ દેવાજીના પરિવાર સાથે જોડાયેલો છે. વિઠ્ઠલરાવ દેવાજીના ઘરે થોડી ગાયો રાખેલી હતી, અને ગાયોને ચરાવવા માટે એક ગોવાળિયો રાખેલો હતો. આ ગોવાળિયો ગાયોને ચરાવવા લઈ જતો હતો, ત્યારે કઈક એવી ઘટના બને છે કે, એક ગાય એક ટેકરી પર ઊભી રહે છે, અને તેના આચળમાંથી દૂધની ધારોઓ વહે છે. આ વસ્તુથી તેઓ ખૂબ જ ચિંતિત થાય છે, અને સમગ્ર ઘટના તે ઘરે આવીને શ્રી વિઠ્ઠલરાવ દેવાજીને જણાવે છે, ત્યારે વિઠ્ઠલરાવજીને એક સ્વપ્ન આવે છે, અને સપનામાં મહાદેવજી કહે છે કે, તે જ સ્થળે ખોદકામ કરો,
જ્યાથી શિવલિંગ મળી આવશે. સમગ્ર વાત શ્રી વિઠ્ઠલરાવજી ભાવનગરના રાજાને જણાવે છે, ત્યારે આ જગ્યા પર ખોદકામ કરવામાં આવે છે, ત્યારે ત્યાંથી એક શિવલિંગ મળી આવે છે. વિક્રમ સંવંત 1869 અને ઇ.સ. 1812માં નાગનાથદાદાનો પ્રથમ પાયો સ્થાપવામાં આવ્યો, ત્યારે માત્ર મંદિરનો ખર્ચ ગણવામાં આવે તો રૂ. 60 હજાર હતો. સ્વયંભુ નાગનાથ મંદિર સાથે બીજી પણ એક કથા જોડાયેલી છે. વાત છે, 1970ની... કહેવાય છે કે, અમરેલી પરગાણાના દેવાનજી શ્રી વિઠ્ઠલરાવ દેવાજીના પપૌત્ર એટલે કે, રવિન્દ્ર મહારાજના પુત્ર પ્રશાંતની આંખોની રોશની જતી રહે છે, અને તે મોટા મોટા શહેરોના ધક્કા ખાય છે. વડોદરા, મુંબઈ જેવા શહેરોમાં જાય છે. જાણીતા તબીબોને પણ બતાવે છે, પરંતુ આંખોની રોશની પાછી આવતી નથી. પરંતુ પ્રશાંતને કોઈ દિવ્યબાબા મળે છે, અને તે નાગનાથ મહાદેવના દર્શન કરવાનું જણાવે છે, ત્યારે વિઠ્ઠલરાવ પ્રશાંતને સાથે લઈ આવીને દાદાના દર્શન કરાવે છે, ત્યારે માત્ર અઠવાડિયાની અંદર આંખોની રોશની પાછી આવી જાય છે. એ મંદિરમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે, તો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાગનાથ મહાદેવના અચૂક દર્શન કરવા જોઈએ...