હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ધીમી રફ્તારથી રાજકીય પર્ટીઓમાં ચિંતા

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા સવારે 7 કલાકે શરૂ થઈ હતી,જોકે વોટિંગના પ્રથમદોરમાં મતદારોની ધીમી રફતારે રાજકીયપર્ટીઓમાં ચિંતાનું આવરણ ફેલાવી દીધું હતું. 

New Update
election1

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા સવારે 7 કલાકે શરૂ થઈ હતી,જોકે વોટિંગના પ્રથમદોરમાં મતદારોની ધીમી રફતારે રાજકીયપર્ટીઓમાં ચિંતાનું આવરણ ફેલાવી દીધું હતું. 

હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ હેટ્રિક મારશે તેવી ઉમીદ લગાવી છે.જ્યારે કોંગ્રેસને દસ વર્ષ પછી સત્તામાં પરત ફરવાની આશા છે.મતગણતરી8મી ઓક્ટોબરના રોજ થશે.

હરિયાણાના મુખ્યપ્રધાન નાયબસિંઘ સૈનીભુપિન્દર હુડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય1031 ઉમેદવારોનું ભાવિ આજેમતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની90 બેઠકોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.

હરિયાણા રાજ્યમાં કુલ2,03,54,350 મતદાતા છે. તેમા8821 મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.90 વિધાનસભા બેઠકો પર કુલ1031 ઉમેદવારો ઉભા છે અને તેમાથી101 મહિલા છે.તો464 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ20632 બૂથ રાખવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપકોંગ્રેસઆપ, INLD -BSP અને JJP - આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.