હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ધીમી રફ્તારથી રાજકીય પર્ટીઓમાં ચિંતા

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા સવારે 7 કલાકે શરૂ થઈ હતી,જોકે વોટિંગના પ્રથમદોરમાં મતદારોની ધીમી રફતારે રાજકીયપર્ટીઓમાં ચિંતાનું આવરણ ફેલાવી દીધું હતું. 

election1
New Update

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા સવારે 7 કલાકે શરૂ થઈ હતી,જોકે વોટિંગના પ્રથમદોરમાં મતદારોની ધીમી રફતારે રાજકીયપર્ટીઓમાં ચિંતાનું આવરણ ફેલાવી દીધું હતું. 

હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ હેટ્રિક મારશે તેવી ઉમીદ લગાવી છે.જ્યારે કોંગ્રેસને દસ વર્ષ પછી સત્તામાં પરત ફરવાની આશા છે.મતગણતરી 8મી ઓક્ટોબરના રોજ થશે. 

હરિયાણાના મુખ્યપ્રધાન નાયબસિંઘ સૈનીભુપિન્દર હુડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય 1031 ઉમેદવારોનું ભાવિ આજે  મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની 90 બેઠકોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. 

હરિયાણા રાજ્યમાં કુલ 2,03,54,350 મતદાતા છે. તેમા 8821 મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે. 90 વિધાનસભા બેઠકો પર કુલ 1031 ઉમેદવારો ઉભા છે અને તેમાથી 101 મહિલા છે.તો 464 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ 20632 બૂથ રાખવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં ભાજપકોંગ્રેસઆપ, INLD -BSP અને JJP - આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.

#India #election #Hariyana
Here are a few more articles:
Read the Next Article