/connect-gujarat/media/media_files/2025/09/26/sonam-wangchuk-2025-09-26-15-12-00.jpg)
સોનમ વાંગચુકની સંસ્થા, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ (HIAL), વિવાદમાં સપડાઈ છે.
CBI એ HIAL સામે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) ના ઉલ્લંઘન બદલ તપાસ શરૂ કરી છે. CBI સોનમ વાંગચુક અને તેમની સંસ્થા સામે, વિદેશી ભંડોળ અંગે તપાસ કરી રહી છે.
લદ્દાખ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની સંસ્થા, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ (HIAL) અનેક આરોપોનો સામનો કરવો પડ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ના ઉલ્લંઘનની ફરિયાદોના આધારે HIAL સામે તપાસ શરૂ કરી છે. CBI એ આ મામલે FIR દાખલ કરી નથી, પરંતુ ફક્ત તપાસ શરૂ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ઓગસ્ટમાં, લદ્દાખ વહીવટીતંત્રે HIAL ની જમીન ફાળવણી રદ કરી હતી. રદ કરતી વખતે, લદ્દાખ વહીવટીતંત્રે દાવો કર્યો હતો કે, જે હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી તે હેતુનો ઉપયોગ સરકારે ફાળવેલી જમીન ઉપર કરવામાં આવતો નહતો. આથી તે ફાળવેલી જમીન પરત લઈ લેવામાં આવી હતી. વધુમાં, જમીન માટે કોઈ ઔપચારિક લીઝ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા.