/connect-gujarat/media/media_files/2024/10/18/PYgosxo4ZtPm187oRL71.jpg)
ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે. રાજ્યની 400થી વધુ મદરેસાઓમાં એને વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવશે.મદરેસા બોર્ડના અધ્યક્ષ મુફ્તી શમુને ગુરુવારે કહ્યું હતું કે અમે લાંબા સમયથી આ યોજના પર કામ કરી રહ્યા છીએ. રાજ્ય સરકારની પરવાનગી મળતાં જ એનો અમલ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મદરેસામાં જતાં બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માગે છે, એને ધ્યાનમાં રાખીને અમે આ યોજના બનાવી છે.બોર્ડના પ્રમુખ મુફ્તી શમુને જણાવ્યું હતું કે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમના અમલના આ વર્ષે ખૂબ સારાં પરિણામો આવ્યાં છે. 96%થી વધુ બાળકો પાસ થયાં. આ દર્શાવે છે કે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી. જો તક આપવામાં આવે તો તેઓ સંસ્કૃતિ સહિત તમામ વિષયોમાં સારું પ્રદર્શન કરી શકે છે.