HMPV વાયરસને લઈને રાજ્ય સરકારએ નવી ગાઈડલાઇન કરી જાહેર

કર્ણાટક બાદ ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં ચાંદખેડામાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બે મહિનાનું બાળક આ વાયરસથી સંક્રમિત જણાયું

New Update
hmpv
Advertisment

ચીનમાં માનવ મેટાળ્યુમોવાઈરસ (HMPV)ના પ્રકોપ અંગેના સમાચારો બાદ, DGHS, NCDC, MoH&FW અને ભારત સરકારે તા.૦૩/૦૧/૨૦૨૫ના રોજ નિવેદન આપ્યું છે કે HMPV અન્ય શ્વસન વાયરસ જેવો જ છે, જે શિયાળામાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે.

Advertisment

ચીનમાં ફેલાયેલા HMPVનો પ્રથમ કેસ હવે ગુજરાતમાં નોંધાયો છે. કર્ણાટક બાદ ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં ચાંદખેડામાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બે મહિનાનું બાળક આ વાયરસથી સંક્રમિત જણાયું છે. બે મહિનાનું બાળક ૨૪ ડિસેમ્બરના રોજ ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું, પરંતુ શ્વાસ લેવામાં વધુ તકલીફ થતાં ૨૬ ડિસેમ્બરથી પાંચ દિવસ સુધી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોથી રક્ષણ મેળવવા માટે શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે:

શું કરવું:

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
  • તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું:

  • જરૂરી ન હોય તો આંખ, કાન કે મોંને સ્પર્શ કરવો નહીં.
  • ચેપગ્રસ્ત વ્યક્તિની વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
Latest Stories