મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલનું નિધન

New Update
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલનું  નિધન

લોકસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલનું આજે નિધન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ પીએન પાટીલનું આજે એટલે કે 23 મેની વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પીએન પાટીલે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનિય છે કે, બાથરૂમમાં લપસી જતાં છેલ્લા ચાર દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. બાથરૂમમાં પગ લપસી જતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કરવીર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પીએન પાટીલ તેમના જીવનભર ગાંધી પરિવારના વિશ્વાસુ તરીકે જાણીતા હતા. પીએન પાટીલ ગયા રવિવારની સવારે બાથરૂમમાં લપસી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે 4 દિવસની સારવારને અંતે આજે તેમનું નિધન થયું છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધારાસભ્ય પીએન પાટીલના પાર્થિવ દેહને તેમના વતન ગામ સડોલી ખાલસા ખાતે સવારે 11 વાગ્યે લઈ જવામાં આવશે. અંતિમ સંસ્કાર સડોલી ખાલસા ખાતે જ કરવામાં આવશે.

Latest Stories