/connect-gujarat/media/media_files/2025/06/26/utn-2025-06-26-11-27-34.png)
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ, મુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અગસ્ત્યમુનિ, રતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.
હેટ સ્પીચ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું 'નફરતભર્યા ભાષણોથી દેશનો માહોલ બગડે છે, તેને રોકવાની જરૂર'
સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવતા અરજદારને કહ્યું કે, તેઓ તપાસ દરમિયાન લેવામાં આવેલા પગલાં સહિત તમામ ચોક્કસ ઘટનાઓની વિગતો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું, "કદાચ તમારું આ કહેવું સાચું છે કે નફરતભર્યા ભાષણો (Hate Speech)ને કારણે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે અને તમારી પાસે એ કહેવા માટે યોગ્ય આધાર છે કે તેના પર અંકુશ લગાવવાની જરૂર છે." જોકે, ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસઆર ભટની ખંડપીઠે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ મામલાની સંજ્ઞાન લેવા માટે એક હકીકતલક્ષી આધાર હોવો જોઈએ.
કોર્ટે કહ્યું કે, અરજદાર એક કે બે કેસ પર ફોકસ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે, 'આ ખૂબ જ મનસ્વી અરજી છે. તેમાં 58 ઘટનાઓનો ઉલ્લેખ છે, જેમાં કોઈએ નફરતભર્યા ભાષણો આપ્યા હતા.' કોર્ટે કહ્યું કે, તેમને માલુમ નથી કે ગુનાની વિગતો શું છે, તેની સ્થિતિ શું છે. આમાં કોણ કોણ સામેલ છે અને કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં. અરજદારે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવામાં હવે ઘણું મોડું થઈ ગયું છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપવા જરૂરી છે. કારણ કે દરેક વખતે ક્યાંકને ક્યાંક અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે. અરજદાર હરપ્રીત મનસુખાનીએ કહ્યું કે, અભદ્ર નિવેદનો કમાનમાંથી નીકળતા તીર જેવા હોય છે, જેને ક્યારેય પાછા ખેંચી શકાતા નથી. ખંડપીઠે કેટલાક તાત્કાલિક ઉદાહરણની માંગ કરતા કહ્યું કે, આ કિસ્સામાં જ્યાં સુધી કોઈ ઘટનાની વિગતો આપવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ સંજ્ઞાન લઈ શકે નહીં. કારણ કે કેસની સંજ્ઞાન લેવા માટે હકીકતલક્ષી આધાર હોવો જરૂરી છે. ખંડપીઠે અરજદાર હરપ્રીત મનસુખાનીને પસંદગીની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો.
અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે. દેશ | સમાચાર
મેક્સિકોના ઇરાપુઆટોમાં પાર્ટી દરમિયાન થયો ગોળીબાર, 11 લોકોના મોત, અનેક ઘાયલ
ગેંગસ્ટર ગેંગના ગઢ ગણાતા મેક્સિકોમાં મંગળવારે રાત્રે થયેલા ગોળીબારમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ બુધવારે Featured | દેશ | સમાચાર
1 જુલાઈથી આ વાહનોને પેટ્રોલ-ડીઝલ કે CNG નહીં મળે, દિલ્હી સરકારની મોટી જાહેરાત
1 જુલાઈથી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ અને CNG વાહનોને ઈંધણ મળશે નહીં. પેટ્રોલ પંપ પર ANPR કેમેરા લગાવવામાં આવશે. દેશ | સમાચાર
હિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમાચાર
ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ; જાણો કેટલી મોંઘી બની રેલવેની મુસાફરી
આ નિર્ણય વધતાં ખર્ચ, ઇંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખી લેવાયો છે. રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે. દેશ
ભાગવત કથા દરેકની છે, કોઈ ચોક્કસ જાતિની નહીં… ઇટાવાની ઘટના પર અખિલેશ યાદવ ગુસ્સે ભરાયા
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. સમાચાર
કરો યા મરો… ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચ બની રોમાંચક, ત્રીજા દિવસે મળશે વિજેતા !
ભરૂચ: વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો
ભરૂચ: પાલેજ GIDCની સુયોગ કંપનીમાં થયેલ રૂ.1.78 લાખની ચોરીના મામલામાં 5 આરોપીઓની ધરપકડ
રાશિ ભવિષ્ય 27 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ICCએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 8 મુખ્ય નિયમોમાં ક્રાંતિકારી ફેરફારોની કરી જાહેરાત